પોલીસ અધિક્ષક, દાહોદ
http://www.spdahod.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:43:53 PM

*** દાહોદ જીલ્લા પોલીસની સાફલ્ય ગાથા ***

 

કોઇ ચિત્રપટની વાર્તા સમાન ઘટના દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ મથકે તા.૧૬/૦૫/૨૦૧૫ ના રોજ સાત જેટલા લુંટારૂઓએ વરરાજાની ગાડી રોકી નવોઢાના અપહરણ  સહીત તેના શરીર પરના સોના-ચાંદીના દાગીનાની લુંટનો ગુનો દાખલ થતા સનસનાટી મચી જવા પામી હતી. ખુબજ ઝડપથી સમગ્ર રાજ્યમા આ ઘટનાએ ચકચાર મચાવી હતી અને જિલ્લામાં પણ આ પ્રકારનો નવોઢાના અપહરણ સાથેના ધાડનો ગુન્હો સૌ પ્રથમ વખત બનેલ હતો.

ગરબાડા પો.સ્ટે. ખાતે તુરંતજ બનાવ સબંધે ફરીયાદ લઇ અપહરણ તથા ધાડનો ગુન્હો સૌ પ્રથમ રજીસ્ટર કર્યો પ્રથમથી ગુનાની ગંભીરતાને અનુલક્ષીને વડોદરા રેન્‍જના I.G.P. શ્રી અનુપમ સિંહ ગહલૌત અને પોલીસ અધિક્ષક શ્રી દાહોદ મયંકસિંહ ચાવડા તથા પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી વત્સ તથા નર્મદા પોલીસ અધિક્ષક શ્રી બડગુજરનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ વિભાગના યુવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.મહેતાના નેત્રુત્વ હેઠળ જુદી-જુદી ટુકડીઓ કાર્યરત કરવામા આવી હતી જેમા તપાસનીશ અમલદાર તરીકે અનુભવી એવા દાહોદ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી બી.પી.ચૌધરીને નિયુક્ત કરી ટેકનીકલ સપોર્ટ માટે દાહોદ એલ.સી.બી. તથા મોડસ ઓપરેન્ડી આધારે નામીચા આરોપીઓની શોધ માટે દે.બારીયા પો.સ.ઇ શ્રી રબારી તથા દાહોદ રૂરલ પો.સ.ઇ શ્રી કાનમીયા અને ધાનપુર પો.સ.ઇ શ્રી રાજપુત તેમજ લોજીસ્ટ્રીક્ટ સપોર્ટ માટે ગરબાડા પો.સ.ઇ શ્રી ડામોર અને જેસાવાડા પો.સ.ઇ શ્રી વસાવા તથા ચુનિંદા કર્મચારીઓની ટુકડીઓ ઘટના બાદ તુર્તજ કાર્યરત થઇ હતી.

સૌ પ્રથમ લુટારૂઓએ લુંટ માટે ઉપયોગમા લીધેલ મહેન્દ્ર પીક-અપ બોલેરો વાહન મધ્યપ્રદેશના બડીમંડલી ખાતેથી હસ્તગત કરવામા સફળતા મળી હતી અર્થાત આ ગુનામા આંતર રાજ્ય સ્તરની ટોળકી સક્રિય હોવાની શક્યતા હોય પોલીસ મહાનિરીક્ષક શ્રીએ વડોદરા રેન્જના તમામ જીલ્લાની એલ.સી.બી./એસ.ઓ.જી. ના પોલીસ અમલદારોને આ ગુનો શોધી કાઢી આરોપી/મુધ્દામાલ તેમજ અપહ્રુત નવોઢાને હસ્તગત કરવા પોતે જાતે હાજર રહી સીધુ જ માર્ગદર્શન આ ટીમોને પુરૂ પાડતા હતા જેમા ટીમ-૧ ફરીયાદી/સાક્ષીઓની પુછપરછ માટે, ટીમ-૨ દાહોદ જિલ્લાની સીમાઓ જ્યાં મધ્યપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલી હોય ત્યાં રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકીંગ માટે, ટીમ-૩ અવવારૂ તથા જંગલ વિસ્તરમા આરોપી/શકમંદ/વાહનની શોધખોળ અર્થે, ટીમ-૪ દાહોદ તથા મધ્યપ્રદેશના સીમાવર્તી વિસ્તારોમા આવેલા હોટલ/ઢાબાના રાઉન્ડ ધી  ક્લોક ચેકીંગ અર્થે, ટીમ-૫ દાહોદ તથા મધ્યપ્રદેશના સીમાવર્તી ક્ષેત્રોમા આવેલા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પેટ્રોલપંપ તથા અન્ય વ્યાપાર કેન્દ્રો ઉપર લાગેલા સીસીટીવી ફુટેજના  નિરીક્ષણ અર્થે, ટીમ-૬ આરોપી/મુધ્દામાલ/અપહ્રુતાની શોધખોળ અર્થે અને ટીમ નં.-૭ દાહોદ ખાતે ટેકનીકલ સર્વેલન્સ કન્ટ્રોલરૂમ કાર્યાન્વિત કરવામા આવ્યો હતો.

સૌ પ્રથમ ગુન્હાની કડી દાહોદ જિલ્લા એલ.સી.બી.ને મળી અને તેમણે ગુન્હાના કામે વપરાયેલ મહેન્દ્ર પીક-અપ બોલેરો અંગેની બાતમી મળતા ના.પો.અધિ. શ્રી દાહોદ તથા સર્ચ ટીમોના સભ્યોએ આ બોલેરો વાહન કબજે કર્યુ અને તેની માલીકી જાણી શકમંદોની યાદી તૈયાર કરી.

                મહીસાગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ખટાણા તથા તેમની ટુકડીએ અપહ્રુત યુવતી સાથે ચાર લુટારૂઓને બે મોટર સાઇકલ ઉપર મધ્યપ્રદેશના કલ્યાણપુર સ્થિત ‘‘ સાંઇ દિપ ‘‘  પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરાના ફુટેજમા ટ્રેસ કર્યા હતા જેથી આરોપીઓ અને અપહ્રુતાની હાજર બાબતે કલ્યાણપુર વિસ્તારમા વ્યાપક શોધ આદરવામા આવતા કલ્યાણપુર નજીકમા આવેલ ભગોર ગામે અર્જુન ફળીયામા આરોપીઓએ આશ્રય લીધો હોવાની હકીકત આધારે તપાસ કરતા આશ્રયદાતા તોલીયાભાઇ મંગુભાઇ મછારના ઘર નજીકના કુવા પાસેથી નવોઢાના વસ્ત્રો મળી આવતા નવોઢાનુ મૃત્યુ નિપજાવ્યાની આશંકાએ કુવાના તળીયા સુધી મૃતદેહની શોધ કરતા પરીણામ હાસલ કરી  શકાયેલ ન હતુ. દરમ્યાન પો.સ.ઇ શ્રી ડામોર તથા તેઓની ટુકડી મધ્યપ્રદેશના ભાભરા ખાતે વોચમા હતી તેઓએ આરોપીઓથી વિખુટી પડેલી અપહ્રુતાને શોધી કાઢી હતી.

                અપહ્રુતા સુમિત્રાબેનનો કબજો મેળવ્યા બાદ તેણીની પુછપરછમા આ કામે મુખ્ય ષડયંત્રકાર શૈલેષભાઇ મનુભાઇ મંડોડ રહે.ગુલબાર પુજારા ફરીયાદ તા.ગરબાડા, જિ.દાહોદની આગેવાની હેઠળ સુરેશભાઇ કલજીભાઇ મેડા રહે.ગુલબાર, મહેશભાઇ ઉર્ફે ભેર્યા પુનીયાભાઇ જાતે મંડોડ રહે.ગુલબાર, નવલસીંગ જોયા મંડોડ રહે.ગુલબાર, ઇસુભાઇ ભલજીભાઇ મેડા રહે.ગુલબાર, કલા દીતા મેડા રહે.આગાવાડા અને હેમચંદભાઇ લાલજીભાઇ જાતે ભાભોર રહેવાસી મોટીખરજ ભાભોર ફળીયા તા.જી.દાહોદ નાઓએ આ  ગુનાને  અંજામ આપ્યો હોવાનુ જણાઇ આવ્યુ હતુ. 

                આરોપીઓ અંગે ઉપલબ્ધ થયેલ માહીતી, સુત્રોની મદદ અને ટેકનીકલ  સપોર્ટ આધારે આ કામના તમામ આરોપીઓ તથા આશ્રયદાતાઓ મળી કુલ ૧૩ આરોપીઓ સહીત લુંટમા ગયેલ મત્તા હસ્તગત કરવામા પોલીસને સફળતા મળી હતી.

                સીમાવર્તી ક્ષેત્રોમા સર્ચ કરી રહેલ ટીમો આસપાસના વિસ્તારની હોટલ, ઢાબા, શકમંદોના ઘરો, વાહનો ચેક કરતા મુખ્ય આરોપી ભગોર ગામની આસપાસ હોવાની હકીકતો ખુલવા  પામી હતી. જેથી ભગોર (એમ.પી.) ગામના કેટલાક સ્થાનિક  બાતમીદારો  સાથે સંકલનમા રહી ના.પો.અધિ. શ્રી  દાહોદ તથા તેમની ટીમના પો.સ.ઇ શ્રી બી.આર. રબારીને મળેલ બાતમીના આધારે મુખ્ય ષડયંત્રકાર શૈલેષભાઇ મનુભાઇ મંડોડ રહે.ગુલબાર તા.ગરબાડા જિ.દાહોદને બનાવના  માત્ર ત્રીજા જ દિવસે  પાડોશી રાજ્યમાથી  ઝડપી લઇ સમ્રગ ઘટનાનો પર્દાફાસ પોલીસે કરી પોતાના એક તરફી પ્રેમને હાંસલ કરવા અન્ય  આરોપીઓની મદદ લઇ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની હકીકત ખુલવા પામેલ હતી.

                ત્યાર બાદ અન્ય સહ આરોપીઓ તથા આરોપીને મદદ કરનાર/આશ્રય આપનાર આરોપીઓને પકડવામા પોલીસે રાત-દિવસ એક કર્યા હતા જેમા હેમચંદભાઇ લાલજીભાઇ ભાભોર રહે.મોટીખરજ તા.જિ.દાહોદ તથા પીક-અપ ગાડીનો માલીક/ડ્રાઇવર મહેશભાઇ ઉર્ફે ભેર્યા પુનીયાભાઇ જાતે મંડોડ રહે.ગુલબાર પુજારા ફળીયા તા.ગરબાડા જિ. દાહોદને પોલીસે ઝડપી પાડ્યા હતા

                નવોઢાના શરીર પરના કિંમતી આભુષણો પાછા મેળવવાનુ કામ પોલીસ માટે પડકારજનક હતુ પરંતુ કરણભાઇ વેસ્તાભાઇ ભુરીયા રહે.ભગોર (એમ.પી.) ને પોલીસે પકડી લઇ તેણે સંતાડેલા નવોઢાના તમામ કિંમતી આભુષણો મેળવી પોલીસે ઘણીજ મોટી સફળતા હાસલ કરી હતી.

                તપાસ દરમ્યાન આરોપીઓની ઓળખ પરેડ, સમગ્ર અપહરણનુ આરોપીઓ મારફતે રીન્સ્ટ્રકશન, નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો, પીડીતા અને સહેદના ક્રિ. પ્રો. કોડ કલમ ૧૬૪  હેઠળના જ્યુ.ફ.ક.મેજી શ્રી ગરબાડા રૂબરૂના નિવેદનો તેમજ પુરાવાના પરીપ્રેક્ષ્યમા આવશ્યક તેવા તમામ પુરાવાઓ એકત્રીત કરવામા આવ્યા હતા. 

                દાહોદ પોલીસ ધ્વારા આ ગુન્હાની ક્રમશઃ તપાસ અને તેમા મેળવેલ સફળતા પરસ્પર સંકલન, બુધ્ધી ચાતુર્ય, સતર્કતા અને ખંતનુ આદર્શ ઉદાહરણ છે. આ કાર્યમા રેન્જ વડા શ્રી, પોલીસ અધિક્ષક શ્રી ધ્વારા વ્યુહાત્મક આયોજન તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રીના નેત્રુત્વ હેઠળ કાર્યરત વિવિધ ટુકડીઓનુ તપાસનીશ અધિકારી શ્રી સાથેનુ સંકલન આ ગુનો સફળતા પુર્વક શોધી કાઢવામા અને પીડીતાના પરીવાર તથા પ્રજાનો પોલીસ તંત્રમા વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટેનુ આદર્શ દ્રષ્ટાંત છે. આ પ્રકારના પડકાર રૂપ ગુનાઓ પોલીસ વિભાગ સામે આવે ત્યારે આવી સતર્કતા અને સંકલનથી સફળતા મેળવી શકાય તેમ દાહોદ પોલીસે પુરવાર કર્યુ છે.  

આ ગુનાએ પ્રારંભીક તબ્બકે ઘણીજ ચકચાર મચાવી હતી. સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાના પ્રીન્ટ મીડીયા અને ઇલોક્ટ્રોનિક મીડીયા ધ્વારા પોલીસની કામગીરી ઉપર સંદેહ ઉભા કરતા સમાચાર પ્રસારીત કર્યા હતા. પરંતુ વડોદરા રેન્‍જના I.G.P. શ્રી અનુપમ સિંહ ગહલૌત નાઓએ જાતેથી ગામે કેમ્‍પ કરી, ગુનો શોધવા માર્ગદર્શન પુરુ પાડેલ અને તેઓશ્રીની રાહબરી હેઠળ પોલીસે ધૈર્યપુર્ણ રીતે અને વિચલીત થયા વિના પોતાના કર્તવ્ય પ્રત્યે એકાગ્રતા અને  નિષ્ઠા રાખી પરીણામલક્ષી કાર્યવાહી જારી રાખી ગુના પાછળનુ સત્ય શોધી આરોપી, મુધ્દામાલ હસ્તગત કરી અપહ્રુતાને હેમખેમ તેના પરીવારજનો સુધી પહોચાડી ગુજરાત પોલીસના ‘‘ સેવા-સુરક્ષા-શાંતી ‘‘ ના મુદ્રાલેખને સાર્થક કર્યો છે.