|
તા.૦૧/૧૨/૨૦૧૪ થી તા.૦૭/૧૨/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્યાનની સારી કામગીરીની વિગત.
(૧) પો.સબ.ઇન્સ. કતવારા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે નવાગામ ગામે નાકાબંધી દરમ્યાન મારૂતી ગાડી નં. જી.જે.૨૩ એ.૦૧૫૩ ની ચેક કરતા (૧) અરવિંદભાઇ સુકીયાભાઇ (ર) દીપકભાઇ છગનભાઇ બંને જાતે બારીયા રહે.વરમખેડા તા.જી.દાહોદ. નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી બિયરની બોટલ નં.૨૬૨ કિ.રૂ.૨૬,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૦૩/૧૨/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
( મયંકસિંહ ચાવડા )
પોલીસ અધિક્ષક
દાહોદ
|
|