|
દાહોદ જીલ્લો
દાહોદ જીલ્લો એક નજરે
ગુજરાત રાજ્યની પૂર્વ સરહદે મુળ પંચમહાલ જિલ્લામાંથી વિભાજન થઇ તા.૦૨/૧૦/૧૯૯૭ ના રોજથી નવીન દાહોદ જિલ્લો અસ્તીત્વમાં આવેલ છે.આ જિલ્લાને અડીને મધ્યપ્રદેશ તેમ રાજસ્થાન રાજ્યની સરહદો આવેલ છે.ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાવેલ ગુજરાત અને માળવાની બન્નેની હદ ઉપર હોવાથી દાહોદ તરીકે ઓળખાયેલ છે. દાહોદ શહેરના ઐતિહાસીક પુરાવા જોતા ઓરંગઝેબનું જન્મ સ્થાન છે. દાહોદની દુધીમતી નદીના કિનારે દધીચી ઋષિએ તપ કરેલુ તેથી તે નદીનું નામ દુધીમતી છે.દાહોદ શહેરનું છાબ તળાવ, સિધ્ધેશ્વરીમાતાનું મંદિર,જૂના પુરા કસ્બો,વણઝારવાડ તે સમયના ઇતિહાસ સાથે વણાયેલા છે અને તે મુજબ તે રાજ્ય સરકારના પુરાતત્વ ખાતા દ્વારા આરક્ષિત જાહેર થયેલ છે.
હાલ દાહોદ જીલ્લામાં કુલ-૮ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. (૧) દાહોદ (૨) ગરબાડા (૩) ધાનપુર (૪) દે.બારીઆ (૫) લીમખેડા (૬) ફતેપુરા (૭) સંજેલી તાલુકા આવેલા છે.દાહોદ જીલ્લાની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૨૧,૨૭,૦૮૬ થાય છે.તે પૈકી અનુ.જન.જાતિની વસ્તી ૧૧,૮૨,૫૦૯ અને અનુ.જાતિની વસ્તી ૩૨,૮૮૪ જ્યારે અન્ય ૪,૧૮,૯૮૦ છે જિલ્લામાં ૭૨.૨૮% આદિજાતિ વસ્તી હોવાને લીધે આદિજાતિ વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે.જિલ્લામાં ખાસ કરીને ભીલ, પટેલીયા અને રાઠવાની વસ્તી છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજ્યમાં બીજા ક્રમે આવે છે,જે તાલુકામાં આવેલ ગામો પૈકી ૨૬ ગામો રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલ છે.આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્તી ૧૫૬ લાખ છે.
જિલ્લાની મોટા ભાગની જમીન ડુંગરાળ અને ખડકાળ છે,જંગલોનું પ્રમાણ નહિવત રહેલ છે, જંગલોની મુ્ખ્ય પેદાશ સાગ,સાદડ,સીસમ અને ગોણ પેદાશમાં ઘાસ, ટીમરૂં પાન, મહૂડાના ફુલો,ડોળી વિગેરે છે.અહીંની આબોહવા સામાન્યપણે વિષમ છે.જિલ્લામાં વરસાદએ પાણીનું મુખ્ય સાધન છે.બધાજ પાકોનો મુખ્ય આધાર વરસાદ ઉપર છે.જિલ્લામાં જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે જિલ્લાના મોટાભાગના આદિવાસીઓ મજુરી અર્થે જિલ્લા બહાર બીજા રાજ્યોમાં તેમજ અન્ય જીલ્લામાં અન્યત્ર સ્થળાંતર કરે છે અનેખેતીની સીઝનમાં તેમજ હોળી અને દિવાળીના તહેવારો દરમ્યાન જિલ્લામાં પરત આવે છે
જિલ્લાની જિલ્લા પંચાયત આદીજાતી વિસ્તાર પેટા યોજના કચેરી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે ઉદ્રવહન સીંચાઇ યોજનાઓ, તળાવો,ચેકડેમો, વીગેરે દ્વારા જિલ્લાનો વિકાસ થાય તે માટે સહીયારો પ્રયાસો કરવામાં આવી રહેલ છે. જુદા-જુદા ખાતાઓના સંકલન દ્વારા જમીનમાં પારંપરીક પાકોને તીલાજંલી આપી રોકડીયા પાકો માટેનું ખેત ક્રાન્તી અભિયાન શરૂ કરવાના ચક્ર ગતિમાન થઇ રહયા છે. જિલ્લાના સમગ્ર વિસ્તાર વહીવટી તંત્ર પ્રજાના પ્રતિનીધિઓના સંયુક્ત સહકારથી વિકાસની યાત્રમાં પાછળ રહી ગયેલ આ જીલ્લામાં સર્વાંગી વિકાસ માટે સંકલ્પબધ્ધ બન્યું છે.
આદિવાસી લોકજીવનઅને સંસ્કુતિ દાહોદ જિલ્લો-આદિવાસી પ્રજા સહેનશીલ અને મહેનતું છે.આદિવાસી જીવનના મૂળમુલ્યો એમની રહેપણી-કરણી અને સંસ્કુતિમાં જોવા મળે છે. આદિવાસી લોકોના ઘરેણાં, રીતીરીવાજો,પોશાકો,ઘરખરીના સાધનો સંગીત,અને ખેત ઓજારો ઉપરાંત તહેવારો,ધાર્મીક માન્યતા, લગ્ન પ્રથા આગવી સંસ્કુતિનો વારસો છે.
ઘરેણાં-આદિવાસીબહેનો ચાંદી તથા કથીરનાં ઘરેણાં પહેરે છે.ઘુઘરીવાળી બંગડી, વેડલા,લોળીયા મંદલી,બોર, ઘુઘરીયા, ખીડીયા, ચીડ, સાંકળી, હાંસડી, કંદોરા, વિચ્છીયા, ભોરીયા, કલ્લા, તોડા, વીંટી, લોકીટ, મંગળસુત્ર, હાથફુલ જેવા ઘરેણાનો શોખ હોય છે. આદિવાસી પુરૂષો ભોરીયું, કડું, કાનમાંકડી, ખડકી બાદલા, બટન પેટી બોરીયા, સાંકળી, કંદોરો, બુટલી, વીંટી વગેરે ઘરેણા પહેરે છે.
પહેરવેશ-ભીલ અને પટેલીયા સ્ત્રીઓનો પહેરવેશ સામન્ય રીતે રંગીન જુલડી, રંગીન ઘાઘરો, ઓઢણી, પટોળું અને વાળમાં રંગીન કુર્તા પહેરે છે.જ્યારે પુરૂષો ધોતી,પાઘડી, ખમીશ,લંગોટી,કેહડ પહેરે છે.રાઠવા સ્ત્રીઓ ચણીયાચોળી, કાછડો,અને ઓઢણી ઓઢે છે.પુરૂષો, પાઘડી, ધોતી, ખમીશ પહેરે છે.આદિવાસી સ્ત્રીઓ ગાલ પર,હાથ-પગની આંગળીઓ,નીચેના હોઠ તેમજ લમળે કાળા છુંદણા પડાવે છે.
ઘરખરીના સાધનો-લાકડા, વાંસ,માટીના સાધનોનો ઉપયોગ સામાન્ય છે.કલેડું, ચાટવો, માટલી, હાંડલી, માટીની કોઠી,વાસની પાઠડી, ટોપલી,ટોપલા,ઘુઘોર,ઢાંકણવાળો કરઠડીયો ઘંટી વિગેરે સાધનો છે.
રક્ષણના સાધનો- તીર કાંમઠા,તલવાર,ધારીયું, લાકડી,ડાંગ,ભાલો મૂખ્ય સાધનો છે.
સંગીતના સાધનો-મોટા ઢોલ, માંદળું, સાંગ, કુંડી,થાળી, શરણાઇ, (કાંસાની), કરતાલ ખંજરી, તંબુરો,પાવી, વાસળી, પાટીયું વગેરે મુખ્ય સાધનો છે.
દેવી દેવતાઓ અને ઉત્સવો-બાબોપીઠારો, બાબોદેવ, દેવોના ઘોડાની પુજા કરે છે.દિવાળી, હોળી, દશેરો,દિવાસો, આમલી અગીયારસ, ટીમલી, જેવા તહેવારો ઉજવે છે. બેસતા વર્ષ કારતક સુદ એકમને દિવસે ગાયોને શણગારી ઘુઘરા અને મોરપીછું બાધી ગાયગોહરી નામાના ઉત્સવ ઉજવે છે ચુલ તરીકે ઓળખાતા ધુળેટીના દિવસે યોજાતા તહેવારમાં, ફાગણમાસના રંગ ભર્યો માહોલ માણે છે.યુવક યુવતીઓ અંગારા ઉપર ચાલીને બાધા ઉતારે છે.યુવતીઓના ઉત્સવનો પ્રખ્યાત લગ્નોઉત્સુક યુવક અંધારીયા પક્ષમાં દસ દીવસ સુધી ગોળ ગધેડાનો ઉત્સવ હોળી પછી ઉજવાય છે. કીલકારી કરી હાથમાં હાથ નાખી ગીતો ગાય છે.જુંદા-જુંદા ચાળા નાચે છે લગ્નો તહેવારો અને ઉત્સવોમાં ઢોલની થાપ પર કેડ પર હાથ નાખી ગીતો ગાય છે.જેમાં શૌર્ય, લગ્ન અને દેવી-દેવતાઓના ગીતો મુખ્ય છે.નવરાત્રીના નવ દિવસ ભુવાઓ અખંડ જાપ અને શક્તિનું પ્રદર્શન કરે છે.
રહેણી કરણી-આદિવાસી પોતાના ખેતરમાં પોતાનું અલાયદું મકાન,દેશી નળીયાનું ઝુપડું બાધી રહે છે.કાચી માટીના અને લાકડાના બનાવેલ મકાનો મોટે ભાગે બાંધે છે. છુંટા છવાયા ઘરોમાં રહેતા હોવા છતાં આદિવાસીઓનું સામુહિક જીવન અનેરૂં હોય છે. ગામમા, લગ્ન, મરણ પ્રસંગે સામુહિક ભાવના દેખાય છે. મરણ પ્રસેગં સ્મશાન યાત્રમા; દરેક જણ પોતાના ઘરનું એકાદ લાકડું લઇને જાય છે.આદિવાસીઓ પોતાની પેદાશ વેચવા અને જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે અઠવાડીયાના નક્કી કરેલા દિવસે અને સ્થળે એકઠા થાય છે.આને હાઠ તરીકે ઓળખે છે.
|